ચુરમાના લાડુ(ladu recipe in gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં ધઉનો લોટ, રવો અને ચણાનો લોટ લઈ તેને મિક્સ કરી તેમાં ધી નાખી તેને સરખી રીતે મિક્સ કરી તેમાં દૂધ નાખી લોટ બાંધો અને જરૂર મુજબ ગરમ પાણી નાખી કડક લોટ બાંધી લો ત્યારબાદ તેના મુઠ્ઠીમાં લઈને ગોલા બનાવો અને તેને તેલમાં તળી લો.
- 2
ત્યારબાદ તળેલા ગોળા ને હાથથી ભુક્કો કરી લેવો અને ત્યારબાદ તેને મિક્સરના કપમાં લઈ તેને પીસી લો અને થાળી માં લઇ લો અને તેમાં તલ, ડ્રાયફૂટ, ઈલાયચી પાઉડર, કોપરાનું ખમણ નાખી હલાવો.અવે એક પેણીમાં ઘી લઇ તેને ગરમ કરો અને તેમાં ગોળ નાખી ગોળ ને બરાબર ઓગાળી લો.
- 3
અવે ઓગાળેલ ગોળ ને થાળી માં રાખેલ મિશ્રણ માં નાખી દહીં તેને બરાબર હલાવી મિક્સ કરી લો ત્યારબાદ અવે તેના હાથ થી ગોળ લાડુ વાળી લો.તૈયાર છે ચુરમાના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13497696








ટિપ્પણીઓ