સેવ ઉસળ(sev usal recipe in gujarati)

વરસાદી વાતાવરણમાં તીખું જમવા મળે તો ખૂબ જ મજા આવી જાય.
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
વરસાદી વાતાવરણમાં તીખું જમવા મળે તો ખૂબ જ મજા આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને મઠને જ કલાક પલાળી રાખો.ત્યારબાદ તેને અને બર્ટેટીને બાફી લો.
- 2
મગ અને મઠ ને ક્રશ કરી લો. તેને જાડા તળીયાવાળા વાસણમાં ૧ ચમચી ઘી મૂકી તજ લવિંગ નાખો. તેમજ થોડી ડુંગળી ઉમેરી સાંતળી તેમાં મઠ અને મગ ક્રશ કરેલુ મિશ્રણ નાખી ખૂબ ઉકળવા દો.
- 3
બીજા પેનમાં તેલ લઈ તેમાં આદું મરચા અને લસણની ચટણી નાખી ખદખદાવો.ત્યારબાદ તેમાં બાફેલી બટેટી ઉમેરી તેમાં મીઠું મરચુ હળદર નાખો. કોથમીર અને થોડું લીંબૂ નાખો.
- 4
ઉસળ અને બટેટી તૈયાર છે.ત્યારબાદ લાલ ચટણી બનાવો. તે માર્ટે લસણ, મીઠું' લાલ મચ્યું અને થોડું પાણી મિક્સ કરી ચટણી પીસી લો.
- 5
લીલી ચટણી માટે કોથમીર મરચું આદું જીરું લીંબુ મીઠું થોડું પાણી ઉમેરી મિક્સ કરી ચટણી બનાવો.
- 6
ઉપરની બધી જ વસ્તુને સેવ અને પાંવ સાથે પીરસો. મારી દિકરીને બટેટાને ભૂંગળા ભાવે છે તેથી ભૂંગળા પણ તળેલા છે.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ