લાપસી(lapsi recipe in gujarati)

લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ.
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પછી તેમાં ગોળ નાખો. ઢાંકી એકદમ ઉકળવા દો.તેમાં 1 ચમચી જેટલુ તેલ નાખો.
- 2
પાણી ઊકળે ત્યાં સુધી ઘઉં ના લોટ મા 2 ચમચા જેટલુ તેલ નુ મોણ નાખી હાથ થી બરાબર મિક્સ કરો.
- 3
પાણી એકદમ ઊકળી જાય પછી તેમાં મોણ લીધેલો લોટ નાખવો. ગેસ ધીમો કરી નાખવો. વેલણ થી લોટ મા ખાડા પાડી ધીમાં ગેસે 20 -25 મિનિટ ચડવા દો. ઢાંકણ ઢાંકી ચડવા દો.20 -25 મિનિટ પછી વેલણ થી એકદમ હલાવવું. લોટ બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવવું. પછી તેમાં 2 ચમચા જેટલુ ઘી નાખવું. તપેલી ની નીચે લોઢી મૂકી 5 -10 મિનિટ ધીમાં ગેસે રાખો.પછી ગેસ બંધ કરી દો. જરૂર લાગે તો માથે ઘી નાખવું. તૈયાર છે લાપસી.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ