રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા ઘી ગરમ કરી લોટ નાખી ધીમા તાપે લોટ શેકો.
- 2
આછા બદામી રંગ નો શેકો. પછી નીચે ઉતારી તેમાં કાજુબદામ નાખી મિક્સ કરો.તેમાં કાજુબદામ શેકાય જશે જે ટેસ્ટ મા ક્રીસ્પી લાગે છે કાટલુ ને થોડુ ટોપરા નુ ખમણ મિક્સ કરો.
- 3
બીજા લોયા મા ઘી ગરમ કરી તેમા ગોળ નાખી ધીમા તાપે હલાવો. ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. આ રીતે કરવાથી ગોળ ની કણી નથી રહેતી ને ટેસ્ટ પણ સરસ આવે છે.
- 4
હવે ગોળ ને શેકેલ લોટ ના લોયામાં ઉમેરી મિક્સ કરો. થાળીમાં ઠારી દો.થોડુ ટોપરાનું ખમણ છાંટો.
- 5
તૈયાર છે મીઠો શિયાળુ કાટલા પાક શિયાળા દરમ્યાન આ ખાવાથી હેલ્થ માટે ખૂબ જ સારો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13582971










ટિપ્પણીઓ (8)