ચીઝ પનીર સ્ટફ્ડ કૂલચા (Cheese Paneer Stuffed Kulcha recipe in Gujarati)

પંજાબ માં વધુ ખવાતી વાનગીમાની આ એક ફેમસ ડીશ છે.
ચીઝ પનીર સ્ટફ્ડ કૂલચા (Cheese Paneer Stuffed Kulcha recipe in Gujarati)
પંજાબ માં વધુ ખવાતી વાનગીમાની આ એક ફેમસ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક કથરોટ માં મેંદો, મીઠું, દહીં, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, બટર, તેલ બધું નાખી, બરાબર મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરી રોટલી થી પણ ઢીલો લોટ બાંધો. ઉપર 1 ચમચી બટર લગાવી, કપડું ઢાંકી, 30 મિનીટ લોટ ને રેસ્ટ આપો.
- 2
ત્યાં સુધી સટફિન્ગ માટે ડુંગળી અને કેપ્સીકમ જીના સમારી લો. ચીઝ અને પનીર ખમણી લો. કોથમીર સમારી પાણી માં ધોઈ લો.
- 3
ત્યાર બાદ સટફિન્ગ માં બધાં મસાલા કરી, બરાબર મિક્સ કરો.
- 4
લોટ ને ફરી એક વાર બરાબર મસળી, સરખા ભાગે લૂઆ કરી લો.
- 5
ત્યાર બાદ એક લૂઆ ની નાની પૂરી હાથ થિ કરી, તેમાં બનાવેલું સટફિન્ગ ભરી કચોરી જેવું વાળી, હાથે થી દબાવી પાટલા પર મોટી રોટલી જેવી બનાવો. ઉપર પાણી વાળો હાથ લગાવી, કોથમીર અને કલોન્જિ ભભરાવો.
- 6
ગેસ ચાલુ કરી, તવી ને થોડી ગરમ થવા દો. ત્યાર બાદ વણેલા કૂલચા પર પાણી લગાવી, તવા પર મૂકો. એક બાજુ શેકાઈ જાય એટ્લે તવા સાથે જ ગેસ ની ફલેમ પર બીજી બાજૂ શેકો.
- 7
આ રીતે બધાં કૂલચા શેકી ઉપર બટર લગાવી, ગરમાગરમ સર્વ કરો. આ કૂલચા કોઈ બિ પંજાબી સબ્જી અથવા દહીં સાથે બહુ જ સરસ લાગે છે😊
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)