પનીર મસાલા(Paneer Masala Recipe in Gujarati)

પનીર મસાલા(Paneer Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
300 ગ્રામ પનીર ને ચોરસ ટુકડામાં કાપી અને એને મેરીનેટ કરો નેટ કરવા માટે એક બાઉલમાં પનીરના ટુકડા નાખો ચીલી ફ્લેક્સ હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, કસૂરી મેથી આ બધું લખીને હલકે હાથે મિક્સ કરી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ચમચી ઘી લો અને તેમાં ત્રણ ચાર મરીના દાણા એક જાવંત્રી નું ફૂલ 3 લવિંગ -એક ટુકડો તજ 1/2ચમચી જીરૂ નાંખીને ગરમ કરો એક આખું સૂકું મરચું
- 3
ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલી ડુંગળી નાખો ડુંગળી થોડી શેકાઈ જાય એટલે બેસન નાખો બેસનના ડુંગળી સાથે લાઈટ બ્રાઉન થવા દો અને લીલા મરચાં આદુ લસણની પેસ્ટ નાખો
- 4
ત્યારબાદ માં સૂકા મસાલા નાખો લાલ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો કસૂરી મેથી આ બધું નાખીને મિક્સ કરો અને તેમાં બે ટામેટા પીસીને નાખો
- 5
ત્યારબાદ તેમાં એક ચમચી દહીં ઉમેરો અને એક ચમચી મલાઈ ઉમેરો આ બધું મિક્સ કરીને તેને ચડવા દો
- 6
ત્યારબાદ તેમાં પનીર નાખો અને મિક્સ કરીને ચડવા દો અને ઉપરથી કોથમીર છાંટવી તૈયાર છે ધાબા સ્ટાઈલ પનીર મસાલા
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (4)