ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ૩ લોટ ભેગા કરી તેમાં ચપટી મીઠું અને ઘી નું મોળ નાખી લોટ બાંધવો થોડો કડક લોટ બાંધવો..૧૦,૧૫ મિનીટ સુધી રાખી દો..
- 2
ત્યાર બાદ સ્લારી તૈયાર કરી લો... કોર્ન ફ્લોર ને ચોખા ના લોટ મા ઘી નાખી હલાવી લેવું...
- 3
ત્યાર બાદ,૨ ચમચી ઘી મૂકી ડ્રાય ફ્રૂટ શેકી લો... તેજ ઘી મા રવો પણ સેકી લો... ટોપરા નું ખમણ પણ શેકી લેવી
- 4
ત્યાર બાદ એક બાઉલ માં બધું કાઢી નાખો પછી તેમાં ૨ ચમચા દળેલી સાકર એલાયચી પાઉડર જાયફળ પાઉડર બધું નાખી હલાવી મિક્સ કરવું. ડ્રાય ફ્રૂટ ને અધકચરું ખાંડી ને નાખવું.
- 5
ત્યાર બાદ લોટ ને મસળી લો..ત્યાર બાદ તેના ૩ ભાગ કરી લો.
- 6
ત્યાર બાદ ૩ રોટલી વણી લો... પછી તેના પર તૈયાર કરેલી સલરી લગાવી તેનાપર બીજી રોટલી મૂકો... તેના પર પણ સ્લેરી લગાવો છેલે ૩ જી રોટલી મૂકો તેના પર પણ સ્લેરિ લગાવી રોલ વાળી લો..
- 7
ટાઈટ રોલ વાળી....તેના લુવા પાડી લો
- 8
પછી લુવા ને દબાવી પૂરી વણી લો.. તેના ઉપર તૈયાર કરેલું પૂરણ મૂકી કિનારી ઉપર પાણી લગાવી લો... પછી વાળી ને ફોક થી પેક કરી લો... અથવા કાંગરી ફાવે તો તે કરી લો...
- 9
ત્યાર બાદ તૈયાર કરેલા ઘુઘરા ને midiyam તાપે તળી લેવા...
- 10
તૈયાર છે ગરમા ગરમ પડ વાળા ઘુઘરા..... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (2)