ખાંડવી(Khandvi Recipe in Gujarati)

ખાંડવી(Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને પાણીને મિક્સ કરો હવે એક વાસણ માં ચણા નો લોટ, છાસ, હળદર પાઉડર, અને મીઠું મિક્સ કરો. હવે તેને જ્યાં સુધી ગઠા ના રહે ત્યાં સુધી બરાબર હલાવો.
- 2
આ મિશ્રણ ને વાસણ માં લો અને ધીમા ગેસ પણ મુકો. આ મિશ્રણ ને સતત હલાવતા રેહવું જેથી કરી ને તેમાં એક પણ ગઠા પડે નહિ.
- 3
મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે.જો ના થાય તો થોડી વધારે વાર રહેવા દેવું. જો રોલ થઇ જાય તો ગેસ બંધ કરી દેવો અને ફટાફટ આ ગરમ મિશ્રણ ને તેલ લગાડેલી થાળી અથવા પ્લેટફોર્મ પર નાખવું અને એક સરખું પાતળું થર કરવું.
- 4
થાળી પાર પાથરેલું થર ઠંડુ થઇ જાય પછી એના ૨ ઇંચ જેટલા પહોળા પટ્ટા માં ચપ્પુ વડે કાપી લેવું. લાંબી પેટ્ટી નો ગોળ રોલ વાળવો. અને બધા ખાંડવી ના રોલ ને એક ડીશ માં મૂકી દેવા.
- 5
હવે વાઘારીયા માં તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો અને ફૂટવા દો.ફૂટી જાય એટલે તેમાં તલ, મીઠો લીમડો, હિંગ નાખો અને હલાવો. હવે ગેસ બંધ કરી દો અને આ વઘાર ને ખાંડવી ના રોલ પર એક સરખી રીતે રેડી દો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (3)