રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા બનવા માટે કકરો લોટ,ચણાનો લોટ અને મેથીની ભાજી, લસણ, ધાણા, મીઠું,તેલ,તલ,ખાંડ નાખીને લોટ બાંધો.તેને ધીમા તાપે તળી લો.
- 2
હવે સુરણ,રતાળુ,અને શીંગદાણા તળી લો.હવે એક મિક્સર માં ધાણા, લસણ,આદું, શીંગદાણા,તલ,કોપરાનું ખમણ,વરિયાળી,મરચાં,બધા મસાલાને મિક્ષ કરો.
- 3
તે મસાલાથી રીંગણ ભરો.એક પેનમાં તેલ મૂકીને રીંગણ,અને બટાકા, શક્કરિયા,કેળાને સમારીને તેમાં મસાલો મિક્ષ કરીને તૈયાર કરી દો.એક પેન માં તેલ મુકો તેમાં ત્યાર કરેલો રીંગણ અને બટાકા ને ધીમા તાપે ત્યાર કરી દો.કૂકરમાં વટાણા,ચણા, તુવેર,પાપડી બધાને કૂકરમાં ચડાવી દો.
- 4
એક મોટા પેનમાં તેલ મુકો તેમાં ટામેટા નાખો.તેમાં બધા દાણા નાખીને તેમાં સુરણ,રતાળુ,શીંગદાણા,નાખીનેમિક્સ કરો.અને બધો લીલો માસલો નાખી દો.
- 5
તેમાં રીંગણ,બટાકા, નું શાક ભેગું કરીને 2 ગ્લાસ પાણી નાંખો અને મિક્ષ કરો.હવે મુઠીયા નાખીને હલવો. અને ઉપરથી ફરી તેલનો વગાર કરીને નાખો. તો ત્યાર છે.ગરમા ગરમ ઊંધિયું. તેણે ઝીણી સેવ,પૂરી,અને જલેબી સાથે સર્વે કરો.
- 6
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (4)