કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)

#Walnuts
#coffeewalnuttart
#cookpadgujarati
#cookpad
Coffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે.
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts
#coffeewalnuttart
#cookpadgujarati
#cookpad
Coffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટને ડ્રાય રોસ્ટ કરી લો. હવે ઠળિયા કાઢેલી ખજૂર અને શેકેલા અખરોટ ને મિક્સર ના જાર માં ઉમેરો.
- 2
હવે બન્ને એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો.
- 3
હવે એક બાઉલમાં ફ્રેશ ક્રીમ અને કોફી ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે આ ક્રીમ ને ડબલ બોઈલર થી ગરમ કર્રો. પછી એમાં કાપેલી ચોકલેટ ઉમેરો અને બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લો.
- 4
હવે એક ટાર્ટ મોલ્ડમાં કે પછી એક બાઉલમાં એલ્યુમિનિયમ ફોઇલ સેટ કરો અને એમાં આપણે બનાવેલું ખજૂર અને અખરોટના મિક્સરને પાથરો અને બરાબર હાથેથી દબાવી ને ટાર્ટ બનાવી લો.
- 5
હવે ટાર્ટ ની ઉપર બનાવેલું ચોકલેટ અને કોફીનું મિક્સર રેડો. ટાર્ટ ને વધારે પડતો ભરી દેવો નહીં. હવે આ કોફી ચોકલેટ મિક્સરની ઉપર વચ્ચે કાપેલા અખરોટ ઉમેરો. હવે આ કોફી વોલનટ ટાર્ટ ને ફ્રિજમાં બે કલાક સેટ કરવા માટે મૂકી દો.
- 6
બે કલાક પછી એને ડી મોલ્ડ કરી કટ કરીને સર્વ કરો. કોફી લવર્સ માટે આ એક પરફેક્ટ ટાર્ટ છે. ચોકલેટ ખજૂર અને કોફીનું આ કોમ્બિનેશન બહુ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.
- 7
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)





















ટિપ્પણીઓ (10)