ચોકો ફ્રૂટ કેક (Choco Fruit Cake Recipe in Gujarati)

Divya Dobariya @cook_24549539
ચોકો ફ્રૂટ કેક (Choco Fruit Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ નાના-નાના ટુકડા કરીને એક મિક્સર જારમાં ઉમેરી તેનો એકદમ બારીક પાઉડર કરી લેવો.
- 2
ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, અને ઇનો ઉમેરી મિક્સર જારમાં ક્રશ કરી લેવુ. ત્યારબાદ આ મિશ્રણને કેક મોલ્ડ માં બટર અને મેંદાના લોટ વડે ગ્રીસ કરી ઉમેરી દેવું.
- 3
ત્યાર બાદ એક કૂકરમાં સીટી અને રીંગ કાઢીને એક બાઉલ મીઠું ઉમેરી તેમાં લીડ કે રસોઈ માં વપરાતો કાંઠો મૂકી તેને ૫ મિનિટ વધારે તાપ પર પ્રી હિટ કરી લેવું.
- 4
ત્યાર પછી તેમાં કેક ટિન મૂકી તેને ધીમા તાપે ૨૫ થી 30 મિનિટ બેક થવા દેવું.
- 5
કેક ઠંડી પડે એટલે તેને તમારી પસંદ મુજબ ક્રિમ ચોકોલેટ અને ફ્રૂટ થી ડેકોરેશન કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591091













ટિપ્પણીઓ (2)