ચીઝી પરાઠા વિથ રોયલ કરી

#AM4
બાળકો ને ચીઝ ખૂબ પસંદ હોય છે... આજે મેં મારા દીકરા ની ફરમાઈશ મુજબ ચીઝી પરાઠા બનાવ્યાં છે.
ચીઝી પરાઠા વિથ રોયલ કરી
#AM4
બાળકો ને ચીઝ ખૂબ પસંદ હોય છે... આજે મેં મારા દીકરા ની ફરમાઈશ મુજબ ચીઝી પરાઠા બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નાં લોટ માં મીઠું સ્વાદાનુસાર, હિંગ અને તેલ નું મોણ નાખીને બરાબર મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. ફરી થોડું તેલ થી ગ્રીસ કરી ને ઢાંકી ને ૩૦ મીનીટ માટે રેસ્ત આપો.
- 2
લોટ ને rest આપીએ ત્યાં સુધી માં રોયલ કરી બનાવીએ. બધું શાક (ઉપર દર્શાવ્યા મુજબ) સમારી લો. મસાલા તૈયારી કરો.
- 3
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો અને તેમાં જીરૂ અને હિંગ ચપટી ઉમેરો અને સૂકું લાલ મરચું તેમ જ તમાલપત્ર ઉમેરી લસણ ઉમેરી સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
- 4
- 5
ડૂંગળી સંતળાઈ જાય એટલે તેમાં કેપ્સિકમ અને લીલું મરચું ઉમેરી સાંતળો. પછી તેમાં ટામેટાં ઉમેરી થોડી વાર સાંતળો અને તેમાં બધાં સૂકા મસાલા ઉમેરો. છેલ્લે કાજુ બદામ ઉમેરી બરાબર મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડું થવા દો.
- 6
- 7
હવે રૂમ temperature પર મિશ્રણ આવે એટલે તેને મિક્સર જારમાં પીસી લો. તમાલપત્ર બહાર કાઢી લો. ફરી એ જ કડાઈ માં થોડું ઘી ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ને ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં એક ચીઝ ક્યૂબ નાં પીસ કરી ને નાખો. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી ગેસ પર રાખો.... રોયલ કરી તૈયાર.
- 8
- 9
હવે લોટ માં થી લુવો લઇ ને ત્રિકોણ શેપ નાં પરોઠા વણી લો. તેને ગરમ તવી પર બંને બાજુ બ્રાઉન થાય એવી રીતે દેશી ઘી મૂકી ને શેકો. આમાં એક પડ માં તમે ચીઝ સ્લાઈસ ગોઠવી 1/2મીનીટ માટે ગેસ પર રાખો અથવા થોડી સ્લાઈસ ઓગળે એટલું ગેસ પર રાખો અને પછી તેને ઉતારી લો અને ગરમા ગરમ સર્વ કરો.
- 10
- 11
મેં તેને રોયલ કરી અને જીરૂ મસાલા લસ્સી સાથે સર્વ કર્યા છે.
- 12
Similar Recipes
More Recipes





































ટિપ્પણીઓ (3)