બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)

મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ તૈયાર કરી લેવી
- 2
ગેસ પર એક્સાઇડ એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવું એક પેનમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર અને બધા ખડા મસાલા નાખવા તેને સાંતળી લેવા ત્યાર પછી તેમાં કાજુના ટુકડા ડુંગળી અને ટામેટા સાંતળવા તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ ખાંડ ગરમ મસાલો કિચન કિંગ મસાલો બટર બધું નાખી દેવું ડુંગળી અને ટામેટાં થોડા ચડી જાય ત્યાં સુધી સાંતળવું ત્યાર પછી તેમાં ગરમ કરેલું પાણી નાખી દેવું
- 3
પાણી બળી નેઅડધું થઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખો પછી ગેસ બંધ કરી દેવો
- 4
મિશ્રણ ઠંડું થઈ જાય પછી તેમાં થી લાલ સુકા મરચા સિવાયના બધા ખડામસાલા કાઢી લેવા અને પછી તે મિશ્રણને મિક્સરમાં પીસી લેવું પછી તેને ગરણા થી ગાળી લેવું ત્યાર પછી તેમાં કસુરી મેથી અને મલાઈ નાંખી બરાબર મિક્સ કરી લેવું તો આપણી રેડ ગ્રેવી તૈયાર છે
- 5
હવે બટર પનીર મસાલા સબ્જી બનાવવા માટે એક પેનમાં બટર મૂકી તમાલપત્ર નાખવું
- 6
ત્યારપછી તેમાં કેપ્સિકમ નાંખી સાંતળવું કેપ્સીકમ થોડું ચડી જાય પછી તેમાં તૈયાર કરેલી રેડ ગ્રેવી નાંખી દેવી
- 7
ત્યાર પછી તેમાં મરચું ધાણાજીરું કિચન કિંગ મસાલો નાખવો કસૂરી મેથી નાખવી છેલ્લે મલાઈ નાંખી બરાબર મિક્સ કરવું
- 8
ગ્રેવીબરાબર ઉકળી જાય પછી તેમાં પનીર નાખી દેવું તૈયાર છે બટર પનીર મસાલા સબ્જી
- 9
સબ્જી સર્વ કરો
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (8)