પાલક રીંગણનું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)

#RC4
પાલક એ ખુબ જ આરોગ્યપ્રદ ભાજી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાયબર અને વિટામિન એ રહેલું છે. શિયાળામાં પાલક સારી મળે છે. રીંગણા પણ ખુબ સરસ મળે છે. તો આ બન્ને ના કોમ્બિનેશન થી આજે મે આ ગુજરાતી શાક બનાવ્યું છે. તમે પણ ચોક્કસ બનાવજો..

રાંધવાની સૂચનાઓ
- 1
- 2
પાલક ને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી. રીંગણા અને બટેકા પણ પાણી માં અલગ સમારી લેવા. ટમેટાંને ઝીણા સમારી લેવા.
- 3
આદુ લસણ પીસી લેવા.
- 4
હવે કૂકરમાં તેલ લઈ ગરમ કરવું રાઈ, જીરું, મેથીદાણા, હીંગ નો વઘાર કરવો. હવે બટેકા અને રીંગણા એડ કરવા. સાંતળવુ. હવે સમારેલી પાલક એડ કરવી. મીઠું એડ કરી સાંતળવી. બધું પાણી બળી જાય અને તેલ છૂટે ત્યાં સુધી સાંતળવુ. હવે આદુ લસણ ની પેસ્ટ એડ કરવી.
- 5
હવે મરચું, હળદર, ધાણા પાઉડર, કસૂરી મેથી એડ કરી 2 મિનિટ સાંતળવુ. હવે સમારેલા ટામેટાં એડ કરવા.
- 6
ટામેટાં સ્હેજ પોચા થાય એટલે પાણી એડ કરવું. પાણી ઉકળે એટલે હવે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી 12-15 મિનિટ અથવા 4 વિસલ થાય ત્યાં સુધી કૂક કરવું.
- 7
વરાળ નીકળી જાય પછી ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)