ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

#RC4
ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે.
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4
ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડી ને ધોઈ ને કોરા કપડાં થી બરાબર લૂછી લો. ત્યારબાદ તેને સમારી લો.
- 2
હવે એક લોયા માં અથવા કઢાઈ માં તેલ ગરમ કરો.
- 3
તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડાવો.
- 4
ત્યારબાદ હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી લો. હવે સમારેલ ભીંડી ઉમેરી ને મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ હળદર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરી અને ધીમા તાપે શાક ચડવા દો.
- 6
થોડી થોડી વારે શાક ને ચમચા થી હલાવતા રહેવું જેથી તળિયે બેસી ન જાય.
- 7
ભીંડી ચડવા આવે પછી તેમાં લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું ઉમેરો. મિક્સ કરો અને થોડી વાર ચડવા દો.
- 8
શાક બરાબર ચડી જાય પછી તેમાં કોથમીર ભભરાવી દો.
- 9
તૈયાર છે ભીંડી મસાલા. ગરમ ગરમ શાક ને પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)