સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)

#CB1
કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને 2 થી 3 વાર સરખી ધોઈને 2 થી 3 કલાક પલાળી રાખો. કોકમ અને શીંગદાણા પણ પલાળી રાખો.
કૂકર માં સ્ટેન્ડ મૂકીને શીંગદાણા પણ દાળ જોડે 4 થી 5 સીટી લગાડી કુક કરી લો. પાલક ધોઈને રાખી લો. મિક્સર ના નાના જાર માં લઈ 3 થી 4 ચમચી પાણી લઈ પ્યોરી બનાવી લો. 1 વાસણ માં ઘઉં નો લોટ, ચણા નો લોટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, તેલ, અજમો, તલ અને પાલક ની પ્યોરી નાખી લોટ બાંધી લો. સહેજ તેલ ઉમેરી કૂણવી લો. - 2
દાળ નું કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી શીંગદાણા ની વાટકી બહાર કાઢી લો. મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને પાણી ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો અને ઉકળવા મૂકી દો. બાફેલા શીંગદાણા, પલાડેલા કોકમ અને ગોળ ઉમેરી ઉકળવા દો. લોટ માંથી લૂવા કરી રોટલી વણી લો અને ડાયમંડ શેપ માં કટ કરી લો. બધી ઢોકળી ઉકળતી દાળ માં ઉમેરો અને ઢાંકણ બંધ કરી દો. મધ્યમ આંચ પર 2 સીટી વગાડીને ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ થાય એટલે કોથમીર ઉમેરો.
- 3
વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લો. 1 વાસણ માં તેલ અને ઘી લઇ ગરમ થવા દો. રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, બધા આખા ખડા મસાલા, અજમો, તલ, લીમડો અને હિંગ નાખો. વઘાર ગરમ ગરમ દાળ ઢોકળી પર રેડી દો. કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ દાળ ઢોકળી સર્વ કરો.
- 4
વધેલા લોટ માંથી થેપલા બનાવી લો. ગરમ ગરમ સ્પિનેચ દાળ ઢોકળી સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)