ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujarati
#sweet
#winterspecial
ગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.
ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.
તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો.

રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક પેન માં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ કરી એમાં છીણેલા ગાજર ઉમેરો.. એને સાંતળો... થોડી વાર પછી એમાં દૂધ નાંખી હલાવતા રહો....
- 2
જ્યારે દૂધ બળી જવા આવે ત્યારે ખાંડ ઉમેરો... ખાંડ નું પાણી બળી જવા આવે ત્યારે ૧ ટેબલ સ્પૂન ઘી, માવો, કાજુના ફાડા ઉમેરો મિક્સ કરો.... થોડી વાર પછી ગેસ બંધ કરી દો
- 3
તેમાં ઈલાયચી પાઉડર અને કિશમિશ ઉમેરી હલાવો. તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર નો હલવો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)