રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં બેકિંગ પાઉડર સ્ટીલ અને મીઠું ઉમેરી થોડો કઠણ લોટ બાંધી લેવો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ લાખો ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં ટામેટાં કેપ્સિકમ બાફેલા ગાજર બાફેલી મકાઈ ઉમેરી દેવા.
- 3
તેમાં મીઠું મરી પાઉડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ પીઝા સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
તેમાં ચીઝ ખમણીને નાખી દેવું.
- 5
હવે તૈયાર થયેલા લોટમાંથી એક મોટી રોટલી વણી આજુબાજુ ની કિનારી કાપી ચારસરખા લંબચોરસ ટુકડા તૈયાર કરી લેવા તેમાંથી બે ટુકડા ઉપર મિશ્રણ મૂકી ઉપર બીજો ટુકડો થી કવર કરી સાઇડમાંથી પ્રેસ કરી તળી લેવા..
- 6
વારાફરતી બધા લોટમાંથી રીતે પફ તૈયાર કરીને તળી લેવા.
- 7
તૈયાર થયેલા પફને ટોમેટો સોસ અથવા ચટણી સાથે ખાવાથી ખૂબ જ મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190905









ટિપ્પણીઓ (3)