ખજુરપાક વીથ રોસ્ટ ડ્રાયફ્રુટસ (સુગરલેસ)

Smitaben R dave @Smita_dave
ખજુરપાક વીથ રોસ્ટ ડ્રાયફ્રુટસ (સુગરલેસ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજુરને ઠળીયા કાઢી ચીપ્સ ની જેમ સમારી લો.અડધા કાજુ,બદામ, પીસ્તાની ચીપ્સ કરી લો.
- 2
હવે કડાઈમાં પહેલાં બધાં ડ્રાયફ્રુટ ગેસની ધીમી આંચે શેકી પ્લેટમાં કાઢી લો.પછી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજુરને ધીમી આંચે સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.સાથે હલાવતા સમયે પ્રેસર આપો જેથી ખજુર ક્રશ થઈ જાય.
- 3
બરાબર સંતળાઈ જાય એટલે તેમાં શેકેલા ડ્રાયફ્રુટસ (1ચમચી ડ્રાયફ્રુટની ચીપ્સ બાકી રાખો) ઉમેરી મીકસ થાય ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરી મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દો.તેના પર બાકી રાખેલી ડ્રાયફ્રુટની ચીપ્સ પાથરી દબાવી દો.મિશ્રણ.રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થવા દો.પછી કટરથી પીસ કરી લો.
- 4
તૈયાર છે "સુગરલેસ ખજુરપાક વીથ રોસ્ટ ડ્રાયફ્રુટસ".સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704286










ટિપ્પણીઓ (12)