ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ગાજર ધોઈ ને કોરા થઈ જાય એટલે છાલ ઉતારી ને વચ્ચે નો ભાગ કાઢી ને લાંબા કાપી લેવા,
- 2
હવે લસણ લઇ તેને છોલી લેવું પછી લસણ ને ખલ માં નાખી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર ને મીઠું ઉમેરી બરાબર છુંદી ને ચટણી બનાવી લેવી
- 3
તૈયાર કરેલી લસણ ની ચટણી ને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર ઉમેરી ગાજર ના ભાગ નું મીઠું ઉમેરી ને સિંગતેલ નાખી બધું બરાબર મિક્ષ કરી લેવું,
- 4
હવે તેમાં અથાણાં નો સંભાર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું આ અથાણું મહિના સુધી સારું રહે છે આ અથાણાં ને એરટાઈટ બરણી ભરી દેવું તો તૈયાર છે ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735485



















ટિપ્પણીઓ (3)