આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)

હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માટેની સામગ્રી લઇ પરાઠા માટે લોટ બાંધી લો અને ઢાંકી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, લીમડાના પાન, સમારેલું મરચું ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો. હવે સમારેલી ડુંગળી ઉમેરીને ૩ થી ૫ મિનિટ સુધી સાંતળવું. હવે આદું મરચાં અને લસણની પેસ્ટ, મેગી મસાલા, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બાફેલા વટાણા ઉમેરીને લાકડાની સ્પેચુલા વડે બરાબર મિક્સ કરી લો.
- 4
હવે સ્મેશ કરેલા બાફેલા બટાકા અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે પરાઠાનો લોટ લઈ વચ્ચે સ્ટફીંગ મૂકી બંધ કરી પરાઠા વણીને તેલ / ઘી સાથે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)