મોહનથાળ

# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે.
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોહનથાળ ની બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈ લો. હવે આ કડાઈ મા ૫૦૦ મી.લી જેટલુ પાણી નાખો અને તેમા પાણી થી બે ગણા જેટલી ખાંડ ઉમેરો. તે કડાઈ ને ગેસ ચાલુ કરી તેના પર રાખો અને ત્યા સુધી હલાવતા રહો કે ચાસણી ૧ તાર જેટલી ન બની જાય.
- 2
ત્યારબાદ કાજુ, બદામ તથા પિસ્તા ને બારીક સમારીને એક બાઉલમા સાઈડ મા રાખી દો. હવે માવો તથા એલચી ને ચાસણી મા બરાબર ઉમેરી દો. ચણા ના લોટ મા બે ચમ્મચી દુધ ઉમેરી ને લોટ મસળી ને બાંધી દો. હવે એક કડાઈ મા ઘી ઉમેરી ગેસ પર રાખી દો.
- 3
દુધવાળા લોટ ને આ ઘી મા ઉમેરી શેકી નાખો. જ્યા સુધી લોટ લાલ ન થઈ જાય ત્યા સુધી ઘી મા શેકો. ત્યારબાદ તેમા સમારેલા ડ્રાયફ્રુટસ ઉમેરી દો. આ મિશ્રણ બ્રાઉન થાય ત્યારબાદ તેમા ચાસણી ઉમેરી દો અને ૬ થી ૭ મિનિટ સુધી ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો.
- 4
હવે એક પ્લેટ પર ઘી લગાડી દો જેથી મિશ્રણ પ્લેટ મા ચોટે નહી. આ થાળી મા મિશ્રણ ને ઢાળી ને આખી પ્લેટ મા ફેલાવી દો. આ મિશ્રણ ને પાથરી ને તેના પર વધેલા ડ્રાયફ્રુટ્સ અને ચારોળી ભભરાવી ને ગાર્નિશિંગ કરી લો. આ પ્લેટમા ઢાળેલા મિશ્રણ ને ૩ થી ૪ કલાક સુધી ઠંડુ થવા દો. ત્યારબાદ આ મિશ્રણ ના ટુકડા કરી લો. તો તૈયાર છે મોહનથાળ.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ