પંચરત્ન પરાઠા
આ મારી ઈનોવેટીવ રેસિપી છે, બધા ને આલુ પરાઠા તો ભાવતા જ હોય, તેમાં ૫ અલગ પ્રકારના લોટ,અને શાકભાજી નાખી ને બનાવ્યા છેજે બાળકો માટે ટીફીન માટે પણ બનાવી શકાય. તમે પણ બનાવી જુઓ અને કહો કેવા લાગ્યા???☺

રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ નો લોટ,ચોખા નો લોટ, બાજરા નો લોટ, મકાઈ નો લોટ, ચણાનો લોટ,તલ,મીઠુ,કોબીજ,મૂળો,બીટ,ગાજર,ધાણાજીરું, એક વાસણમાં લો,
- 2
દહીં ઉમેરો લોટ બાંધી લો,૧૫ મિનિટ ઢાંકી ને રહેવાદો
- 3
બટેટા ને બાફી લો, છાલ ઉતારી મેશ કરી લો, મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી પૂરણ બનાવી લો.
- 4
એક નાની રોટલી વણી લો.
- 5
વચ્ચે બટેટા નુ પુરણ મુકો
- 6
ધીમે રહીને વણી લો
- 7
ગેસ પર તવો ગરમ મૂકી ને પરાઠા ને બન્ને બાજુ તેલ લગાવી શેકી લો
- 8
ગરમાગરમ પરાઠા અથાણું અથવા ચટણી સાથે પીરસો
- 9
તૈયાર છે પંચરત્ન પરાઠા
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ