ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.
ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લોટ માટે ૪ કલાક પલાળી રાખેલા મગ, કોથમીર, ફૂદીનો, લીલુ મરચું
- 2
લાલ લો ટ માટે રાજમાં ૬ કલાક પલાળી રાખે લા,બીટ
- 3
લાલ લોટ માટે બીટ, રાજમાં,માં થોડું પાણી નાખી.મિકસર માં ક્રશ કરી લો. હવે ૧ કપ લોટ માં મીઠું,લાલ પ્યુરી ઉમેરી લોટ બાધી લો, પીળા લોટ માટે ૧ કપ લોટ માં દહીં,હળદર નાખી લોટ બાંધી લો.લીલા લોટ માટે કોથમીર,ફુદીનો, મરચું,મગ ને થોડું પાણી નાખી ક્રશ કરી લો.આ પ્યૂરી માં ૧ કપ લોટ અને મીઠું નાખી લોટ બાંધી લો.
- 4
આ ૩ લોટ ને ૧૦ મિનીટ ઢાંકી ને રહે વા દો
- 5
ત્રણેય લોટ ની રોટલી વણી લો
- 6
હવે આ રીતે ધડી કરી લો,જેવી રીતે કાગળ નો પંખો બનાવતા હોય
- 7
હવે તેને ગોળ,આકાર આપી દો, અને અંદર ની તરફ વાળી દો
- 8
ધીમા હાથે વેલણ થી વણી લો
- 9
તવો ગરમ કરી લો,ધી લગાવી પરાઠા ને બન્ને તરફ થી શેકી લો
- 10
ગરમાગરમ પીરસો દહીં સાથે
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ