અંજીર પૂરણ પૂરી/વેડમી

પૂરણ પૂરી અધિકૃત પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે. તે ખાસ કરીને તહેવાર પર બનાવેલી મીઠી ભારતીય વાનગી છે. મહારાષ્ટ્રમાં પૂરણ પૂરી બનાવવા ચણા દાળનો ઉપયોગ થાય છે, ગુજરાતમાં તુવેર દાળનો ઉપયોગ કરે છે અને મેં તે જ કર્યું. મેં થોડું અલગ સ્વાદ આપવા માટે પૂરણમાં અંજીર ઉમેર્યો. મોટા કદની પૂર્ણ પુરી વણવાને બદલે મેં નાના બિસ્કીટના કદની પૂરી બનાવી . અને તેને અંજીર પૂરણ પૂરી બાઇટ્સ તરીકે નામ આપી શકાય. તેમજ મે માઇક્રોવેવનો ઉપયોગ કરીને પૂરણ બનાવયું છે. #foodie

રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ થોડા પાણી સાથે કૂકરમાં બાફવા મૂકો. દાળ ચઢી જાય એટલે પાણી નીતારી લો. માઇક્રોવેવ-સલામત બાઉલમાં તુવેર દાળ, ગોળ, જયફળ પાવડર, ઇલાયચી પાવડર, બધા સૂકા મેવા, ખસખસ, એક ચમચી ઘી ઉમેરો અને સારી રીતે ભેળવી લ્યો.
- 2
૩ મીનીટે માટે માઇક્રોવેવ કરો. ૩ મીનીટે પછી બહાર કાઢી બરબેર હલાવો. ફરી ૨ મીનીટ માટે માઇક્રોવેવ કરો અને બહાર કાઢી હલાવો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી પૂરણ નું મિશ્રણ થોડુ ઘટ ના થાય. કુલ ૧૫ મીનીટ જેવો સમય લાગશે. પૂરણ બની જાય પછી એને ૩૦ મીનીટ માટે થડું થવા દયો.
- 3
ઘઉંની કણક પાણી અને ઘી નાખી બાંધી લ્યો.
- 4
ઘઊંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી રોટલી ને ચારે કોર બંધ કરી દેવી. રોટલી ને ધીમને થી દબાવી અને નાની બિસ્કીટના કદ જેવી બનાવવી.
- 5
તવી પર ધીમા તાપે પૂરી ઘાટા ભૂરા કલર ની અમે થોડી કરકરી થાય ત્યાં સુધી સેકો. ઘી લગાવી ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ