ઈમલી રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક ફ્રાયપેનમાં ચણાની દાળ, રાઈ, મેથીનાં દાણા ને સહેજ શેકી લો. તેને એક મિક્ષર બાઉલમાં લઈ તેમાં ૩ નંગ ડીંટેલા સૂકા લાલ મરચાં ઉમેરી ક્રશ કરીને પાઉડર બનાવો.
- 2
એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં હીંગ, અડદની દાળ, રાઈ, મીઠા લીમડાનાં પાન, કાજુનાં ટુકડા, ૨ નંગ સૂકા લાલ મરચાં, સમારેલા લીલા મરચાં, શીંગદાણા, આમલીનો પલ્પ, મીઠું, હળદર તથા મિક્ષરમાં બનાવેલો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો, બળી ન જાય તેનું ધ્યાન રાખવું
- 3
પછી તેને રાંધેલા ભાતમાં ઉમેરી મિક્સ કરો. તો તૈયાર છે ઈમલી રાઈસ.
- 4
સર્વિંગ માટે રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10883028














ટિપ્પણીઓ