વેજીટેબલ સેન્ડવીચ કાચા કેળાની કટલેસ વાળી

વેજીટેબલ સેન્ડવીચ કાચા કેળાની કટલેસ વાળી
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચટણી બનાવવા માટે રીત: લીલા મરચાં ધોઈને સુધારી લેવા થોડી કોથમીર પણ સુધારી લેવી પછી મિક્સર ના બાઉલમાં સિંગ દાણા નાખી તેમાં મરચાં કોથમીર નાખી હળદર મીઠું લીંબુ નાખી તેને પીસી નાખો આ રીતે ચટણી તૈયાર કરવી.
- 2
પેલા બ્રેડની ચાર બાજુ ની કોર કાઢી નાખવી ત્યારબાદ બ્રેડની બંને સ્લાઈસ પર લીલી ચટણી લગાવી.
- 3
બ્રેડ પર કાકડીના ગોળ પતીકા ગોઠવા. ત્યારબાદ તેના પર ટામેટાના ગોળ પતીકા ગોઠવવા. ત્યારબાદ તેના પર મરીનો ભૂકો અને મીઠું છાંટો. ત્યારબાદ તેના પર કાચા કેળાની કટલેસ મૂકવી.
- 4
કટલેસ મૂકીને બીજી સ્લાઈસ ઉપર ગોઠવી દેવી. પછી ગેસ પર લોઢી ગરમ કરવા મૂકી ને તૈયાર કરેલી સેન્ડવીચ ને લોઢી પર ઘી મૂકીને સેન્ડવીચ ને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવી.
- 5
કટલેસ બનાવવા માટેની રીત: સૌપ્રથમ કાચા કેળા ને બાફી લેવા. પછીથી બફાઈ ગયા બાદ છાલ કાઢીને ગરમ હોય ત્યાંજ કાચા કેળાંને મેશ કરી લેવા. પછી તેમાં હળદર મીઠું ખાંડ લીંબુ ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ અને કોથમીર નાખીને પેટીસ વાળી લેવી. પછી તેને લોઢી પર શેકી લેવી.
- 6
સેન્ડવીચ સેકાઈ ગયા પછી તેને એક ડીસ માં લઇ કટર વડે તેના 4 piece કરવા. ત્યારબાદ તેના પર લીલી ચટણી અને સોસ લગાડી ગરમાગરમ પીરસવો.
- 7
તો આનંદ ઉઠાવો વેજીટેબલ સેન્ડવીચ અને એની સાથે કોલ્ડ્રિંક્સ માં થમ્સ અપ અને ફેન્ટા સાથે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ