ડુંગળિયું

ડુંગળીયું એ ઉત્તર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને મહેસાણા જીલ્લા ની પ્રખ્યાત વાનગી છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..જે લોકો તીખું ખાવાનું પસંદ કરતાં હોય તેમની માટે આ એકદમ perfect રેસિપિ છે ...
ડુંગળિયું
ડુંગળીયું એ ઉત્તર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને મહેસાણા જીલ્લા ની પ્રખ્યાત વાનગી છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..જે લોકો તીખું ખાવાનું પસંદ કરતાં હોય તેમની માટે આ એકદમ perfect રેસિપિ છે ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ને છોલી,ધોઈ અને ડુંગળી ને તેના નીચેના ભાગ માં 'x' આકાર માં કાપી લો.અને ટામેટા ની પેસ્ટ બનાવી લો.
- 2
બીજી તમામ સામગ્રી એકઠી કરી લો.
- 3
હવે એક કડાઈ માં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં ડુંગળી ઉમેરી ડુંગળી ને 5 થી 7 મિનિટ સુધી આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લો.
- 4
ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,સમારેલ લીલું લસણ ઉમેરી લસણ ને પણ 3 થી 4 મિનિટ સુધી સાંતળી લો.
- 5
લસણ બરાબર ચડી જાય પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેમાં
કાજુ ના ટુકડા,સીંગદાણા (ક્રશ કરેલ) ઉમેરી મિક્સ કરો - 6
3 મિનિટ બાદ તેમાં મીઠું,હળદર,લાલ મરચું,ધાણાજીરું,મેથીયો મસાલો ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળી લો.
- 7
ત્યારબાદ તેમાં દહીં ઉમેરી વધુ 2 મિનિટ સાંતળી લો.
શાક માંથી સરસ તેલ છુટુ પાડવા લગે પછી તેમાં જરૂર મુજબ ફરસાણ ની પાપડી ઉમેરો અને છેલ્લે તેમાં લીંબુ રસ,અને ગોળ ઉમેરી મિક્સ કરો(પાપડી જો તમને વધારે રસાવાળું શાક પસંદ હોય તો ઓછી ઉમેરવી)
- 8
હવે છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ ડુંગળીયું બાજરી ના રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ