બટાકા નું રસાવાળું શાક
#goldenapron3 #week12
ટામેટા (Tomato)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી લો. બફાઈ જાય એટલે તેની છાલ કાઢી કટકા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. હવે સમારેલા ટામેટા ઉમેરી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં મીઠું,મરચું, હળદર,ધાણાજીરૂ,ગોળ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં પાણી ઉમેરી બરાબર ઉકળવા દો ઉકળી જાય એટલે તેમાં બાફેલા બટાકા ના કટકા કરી ઉમેરો. બરાબર મિક્સ કરી ખદખદવા દો. ખદખદી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
ડીશ માં લઇ કોથમીર થી સજાવી રોટલી સાથે ગરમ ગરમ પીરસો. તો તૈયાર છે બટાકા નું રસાવાળું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11994558














ટિપ્પણીઓ