મલ્ટી ગ્રેન આટા એન્ડ મિક્સ વેજ. મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ ચાણી મિક્સ કરો. ત્યારબાદ તેમા કારેલા,દૂધી છીણી લો.મેથી ઉમેરો. હવે તેમા મીઠું, મરચું, લસણ, આદુ ની પેસ્ટ નાખો.ભાત નાખો
- 2
હવે બધો લોટ અને મસાલા ને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ છાશ થી લોટ તૈયાર કરો.
- 3
હવે એક મોટા ટોપ મા પાણી નાંખીને તે ની પર ચારણી રાખી લોટ ના રોલ બનાવી તેની પર રાખો. હવે ૨૦મિનિટ પાણી ની વરાળ માં બાફો.
- 4
બફાય જાય પછી તેને નાના ટુકડા કરી તેની પર ખાંડ નાખવી. તેલ સૂકી મેથી, લીમડો, લાલ મરચાં, હીંગ થી વઘાર કરવો.તો તૈયાર છે સૂકા મૂઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12130268









ટિપ્પણીઓ