ભાત પાલખ ગ્રેવીની પાર્ટી

#ભાત
થોડી પાલખ અને ભાતમાંથી ને કંઈક નવુ બનાવવા ના વિચારે મેં એક નવી વાનગી બનાવી .પાલખની મેં ગ્રેવી બનાવી તેમાં ભાત નાખ્યા અને જેટલા પણ શાકભાજી પર્યાપ્ત હતા તેમાંથી મેં એક નવી વાનગી બનાવવાની કોશિશ કરી છે જેમાં ને પલાળેલા શીંગદાણા અને સોયા બિન ની વડી નો પણ ઉપયોગ કર્યો છે

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બે ગ્લાસ પાણી અને પાલખ નાખી ને 10 મિનિટ માટે બ્લાન્ચ કરી લો. ત્યારબાદ નિતારીને તેની પેસ્ટ બનાવી લો.ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં આદુ-મરચાની પેસ્ટ વઘારીને પાલક ની ગ્રેવી વધારવી અને તેમાં મીઠું તથા પુલાવ મસાલો એડ કરી દો અને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દો.બાજુ માં બાસમતી ચોખા રાંધવા માટે મૂકી દો.
- 2
કુકર માં સોયાબીન અને સિંગદાણા ને બે ગ્લાસ પાણી નાખીને કૂકરમાં ત્રણ ચાર સીટી વગાડી લો.
- 3
બટાકા ને બાફી ને મોટી મોટી સાઈઝમાં કાપી લો પછી તેમાં મીઠું અને લાલ મરચું ભભરાવી દો.
- 4
એક બીજા પેન માં તેલ ગરમ થવા મૂકો તેમાં કોબીજ અને સીમલા મિર્ચ ને 10 થી 15 મિનિટ માટે ગરમ તાપે સેકી લો. સહેજ મીઠું નાખીને મિક્સ કરો.
- 5
કાચના ગ્લાસમાં સૌથી પહેલા નીચે પાલકની તૈયાર ગ્રેવી નાખો.કરે ત્યાર બાદ તેની પર ભાત નાખો. ત્યારબાદ બાફેલા બટાકા અને કોબીજ અને સિમલા મિર્ચ નાખો. ત્યારબાદ તેની ઉપર સીંગદાણા અને સોયા વડી નાખો. તૈયાર થયેલી વાનગી નો આનંદ લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)