પાઉં (bread bun recipe in Gujarati)

#goldenapron3
#week 16
#મોમ
હમણાં અમે બહાર થી બ્રેડ કે પાઉં લાવતા નથી.. ઘરે સેવ ઉસળ બનાવવું હતું એટલે થયું ચાલો પાઉં ઘરે જ બનાવી દઉં.. ખુબ જ સરસ બન્યા..એ પણ ઓવન વિના જ..
પાઉં (bread bun recipe in Gujarati)
#goldenapron3
#week 16
#મોમ
હમણાં અમે બહાર થી બ્રેડ કે પાઉં લાવતા નથી.. ઘરે સેવ ઉસળ બનાવવું હતું એટલે થયું ચાલો પાઉં ઘરે જ બનાવી દઉં.. ખુબ જ સરસ બન્યા..એ પણ ઓવન વિના જ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં હુંફાળું દૂધ અડધો કપ લઈને તેમાં ડ્રાય ઈસ્ટ અને ખાંડ નાખી ને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો..દસ મિનિટ રહીને ખોલી ને જુઓ.. અને લોટ બાંધવામાં ઉપયોગ કરવો
- 2
હવે એક બાઉલમાં મેંદો અથવા ઘઉં નો લોટ લઈ ને તેમા મીઠુ ઉમેરો અને ઉપર તૈયાર કરેલું દુધ થી લોટ બાંધી લો.. રોટલી ના લોટ જેવો સાધારણ ઢીલો જ રાખવો.. હવે એક કલાક સુધી ઢાંકીને મૂકી રાખો.. પછી ખોલી ને જુઓ..લોટ ફુલી ને બમણો થઈ ગયો છે..
- 3
હવે લોટ ને બટર નાંખીને બરાબર મસળી લો.. લગભગ પાંચ થી સાત મિનિટ સુધી મસળવો.હવે રોલ બનાવી નેં લુઆ બનાવી ને ગોળ વાળીને એક વાસણમાં ઘી લગાડી ને ગોઠવી દો.. અને કપડું ઢાંકી ને વીસેક મિનિટ માટે મુકી રાખો..
- 4
પાઉં સરસ ફુલી જશે.. એટલે એક કડાઈમાં મીઠું પાથરી તેના પર સ્ટેન્ડ મુકી ને ઉપર ડીશ મુકી ને ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ માટે પ્રિ હીટ કરી લો.. હવે આ ડીશ ગોઠવી દો.. અને ઉપર થી દુધ બ્રશ કરો.અને વીસ થી પચ્ચીસ મિનિટ માટે ઢાંકીને થવા દો.. તૈયાર છે તમારા બેકરી જેવા જ સોફ્ટ પાઉં... એને બટર લગાવી ને પાંચ મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.. બસ તૈયાર..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (6)