ચણા મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ (chana masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં ચણા લઈ ને તેમાં સોડા અને મીઠું નાખીને તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેને બોઇલ કરવા.
- 2
હવે બોયલ થઈ જાય એટલે તેને એક અલગ બોલ માં કાઢી લેવા.
- 3
હવે બધા ખડા મસાલા લઈ ને એક પેન લઈ ને તેમાં બધા ખડા મસાલા ને બરાબર 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવા.
- 4
હવે મસાલા ઠંડા થઇ જાય એટલે તેને મીકસર જાર લઈ ને તેમાં બરાબર ક્રશ કરીને મસાલો રેડી કરી લેવો અને એક અલગ બોલ માં કાઢીને રાખવો.
- 5
હવે એક પેન લઈ ને તેમ ઘી નાખીને તેમાં તેજ પત્તા અને જીરુ નાખીને તેને શેકવું.
- 6
હવે તેમાં ડુંગળી નાખીને તેને 3 થી 4 મિનિટ સુધી શેકવું.
- 7
હવે ડુંગળી થોડી શેકાઈ એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખીને શેકવું.
- 8
હવે તેમાં ટોમેટો પ્યુરી નાખીને તેને બરાબર બધું મિક્સ કરવું. અને જરૂર મુજબ નમક નાખવું જેથી ટોમેટો જલ્દી શેકાઈ જાય.
- 9
હવે તેમાં બધા મસાલા રેડ ચીલી પાઉડર. ગરમ મસાલો. ધાણા પાઉડર. બધા મસાલા નાખવા.
- 10
હવે તેમાં બાફેલા ચણા એડ કરવા અને બરાબર મિક્સ કરવા. અને તેને 5 મિનિટ માટે ઉકાળવું અને જરૂર પડે તો થોડું પાણી નાખવું.
- 11
હવે તેમાં કસ્તુરી મેથી નાખવી અને મિક્સ કરવું.
- 12
હવે તેમાં ફ્રેશ ધાણા નાખવા અને મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
- સેવખમણી (Sev Khamani Recipe in Gujarati)
- સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
- ક્રિસ્પી બોલ્સ(Crispy Balls Recipe In Gujarati)
- સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)







ટિપ્પણીઓ (120)