ફુદીનાનો પાઉડર
#goldenapron3
#week 15 [Pudina]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 4-5 પુરિયા પુદીનાના લઈ લો.
- 2
એમાંથી લીલા કલરના અને કુણા પાન જુદા કરી લો.
- 3
એમાંથી ખૂણા અને એકદમ લીલા પાન જ વીણવાના છે અને ડાળી નોખી કરીને અને અલગ રાખી દેવા ની છે.
- 4
બધા જ લીલા પાન અલગ થઇ ગયા બાદ હવે એને બે થી ત્રણ વખત ઠંડા પાણીથી ધોઈ નાખો ભૂલથી પણ ગરમ પાણીના જોતા નહીં તો પણ કાળા થઈ જશે.
- 5
હવે એને ચાળણીમાં નિતારી લઈ અને પંખા નીચે સૂકવવા માટે રાખી દેવાનું છે તડકામાં રાખવાનું નથી.
- 6
ચાર દિવસ પછી જોશો એટલે એ ધીમે ધીમે સુકાવા લાગશે.
- 7
વચ્ચે એક વખત પાનની હાથેથી મસળી ને જોઈ લેવા જોઈએ એનો ભૂકો થવા લાગે તો સમજી જવું કે પાન સુકાવા લાગ્યા છે
- 8
વધીને ચાર થી પાંચ દિવસમાં ફુદીના ના પાન ની સુકવણી થઈ જાય છે જો એમ લાગે કે હવે સાવ સુકાઈ ગયા છે તો તમે હાથેથી પકડીને પણ પાવડર તૈયાર કરી શકો છો અને મિક્સરમાં પણ કરી શકો છો
- 9
આ પાવડરને મિક્સરમાં ક્રશ કરી લીધા બાદ તમે તેને ચાળીને પણ સ્ટોર કરી શકો છો અને ના ચાલુ હોય તો એમને પણ કરી શકો છો અને એરટાઈટ ડબામાં એને રાખો જેથી એની એને સુગંધ જતી ના રહે.
- 10
આ ફુદીના ની ડાળીઓ જ આપણે અલગ રાખી છે એને તમે વાવી પણ શકો છો જેને અગાઉની રેસિપીમાં તમને બતાવેલ છે.
- 11
આ ફુદીનાના પાનનો પાવડર ફુદીનાની ચટણીમાં, ફુદીનાની ચા માં અને ફુદીનાનું પાણી બનાવવામાં વપરાય છે
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ