આલુ ટિકકી ચાટ (Alu Tikki Chat Recipe in Gujarati)

આ ટીકી ચાટ બધા ને પસંદ છે પણ હમણાં ચાલી રહેલી કોરોના વાયરસ ને લીધે આપણે બહાર નું કોઈ પણ જાતનું ફૂડ ખાઈ શકતા નથી .તો ચાલો આપણે ઘરે જ સિમ્પલ ચાટ ની લિજ્જત માણીએ.
આલુ ટિકકી ચાટ (Alu Tikki Chat Recipe in Gujarati)
આ ટીકી ચાટ બધા ને પસંદ છે પણ હમણાં ચાલી રહેલી કોરોના વાયરસ ને લીધે આપણે બહાર નું કોઈ પણ જાતનું ફૂડ ખાઈ શકતા નથી .તો ચાલો આપણે ઘરે જ સિમ્પલ ચાટ ની લિજ્જત માણીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં 2 નંગ બોઇલ અને મેશ કરેલા બટાકા લઈશું.
- 2
હવે પછી તેમાં એક નંગ. બ્રેડ ને ક્રશ કરી મેશ કરેલા બટાકામાં ઉમેરવું.
- 3
હવે પછી તેમાં 2 ઝીણા સમારેલા મરચાં ઉમેરવા.તેને બરાબર મિક્સ કરી લેવું.
- 4
હવે પછી તેમાં 2 ટી સ્પૂન લીલા ધાણા (કોથમીર)ઉમેરવી.
- 5
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું
- 6
હવે પછી તેમાં 2 ટી સ્પૂન લીન્બુ રસ ઉમેરવું
- 7
હવે પછી તેમાં 1 ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરવુ.
- 8
હવે પછી તેમાં 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું
- 9
હવે પછી તેમાં 1/2 ટી સ્પૂન ધાણા જીરું પાઉડર ઉમેરી.બરાબર મિક્સ કરી લેવું
- 10
હવે તેમાં1/2 ટી સ્પૂન આદું લસણ ની પેસ્ટ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો.
- 11
હવે તેમાં 1/2 ટી સ્પૂન ખાન્ડ ઉમેરી બરાબર મિક્સ કરી લઈ. મિશ્રણ ના નાના બોલ્સ તૈયાર કરી ટીકકી નો શેપ આપી.બધી આલુટિકકી આવી રીતે તૈયાર કરી લેવા.
- 12
એક તવા પર 1ટેબલ સ્પૂન તેલ લઈ તૈયાર કરેલી ટીકકી ને બંને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લેવી
- 13
હવે તૈયાર કરેલી ટીકકી ને.એક બાઉલમાં લઈ લેવી.
- 14
હવે પછી તેમાં 1નાની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
- 15
હવે પછી તેમાં 1નાનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરવું.
- 16
હવે પછી તેમાં 2 ટી સ્પૂન ઝીણી સમારેલી કાચી કેરી ઉમેરો.
- 17
હવે પછી તેમાં 2 ટી સ્પૂન મીઠી ચટણી ઉમેરો
- 18
હવે પછી તેમાં 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ચાટ મસાલો અને લીન્બુ નો રસ ઉમેરવું
- 19
હવે પછી 1ટી સ્પૂન લીલી ચટણી ઉમેરો.
- 20
હવે પછી તેમાં 1 ટી સ્પૂન દહીં ઉમેરો.
- 21
હવે પછી તેમાં 1 ટેબલ સ્પૂન ઝીણી સેવ ઉમેરો.
- 22
હવે પછી તેમાં1 ટી સ્પૂન ઝીણા સમારેલા ધાણા(કોથમીર) ઉમેરી સર્વ કરો. તૈયાર છે આલુટીકી ચાટ.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)