કસુરી મેથી લચ્છા પરાઠા વિથ મસાલા આલૂ(kasuri methi lachchha paratha with masala aloo recipe)

કસુરી મેથી લચ્છા પરાઠા વિથ મસાલા આલૂ(kasuri methi lachchha paratha with masala aloo recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ અને મેંદો લઈ તેમાં મીઠું,તેલ નાખી નરમ લોટ બાંધો.ઢાકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
હવે લચ્છા પરાઠા બનાવવા માટે લોટ માંથી લુવા લઈને મોટી સાઈઝ ની રોટલી વણી લો.હવે તેના પર ઘી લગાડી દો.પછી ઘઉં નો લોટ છાંટી લો.ઝીગઝેગ કરી વાળી લો.
- 3
હવે લુવા પર તેલ લગાવી કસુરી મેથી અને લાલ મરચું પાઉડર છાંટીને ૧૦ મિનિટ સુધી રહેવા દો.હવે લુવા લઈ લચ્છા પરાઠા બનાવી લો.ગરમ તવા પર તેલ મૂકી ધીમા તાપે શેકી લો.
- 4
કસુરી મેથી લચ્છા પરાઠા તૈયાર છે.મસાલા આલુ બનાવવા માટે બટાકા ને બાફી ને ટુકડા કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી જીરું અને લાલ મરચાં નાખીને હલાવી લો હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.
- 5
ડુંગળી અને ટામેટા સંતળાઈ જાય પછી તેમાં બધા સુકાં મસાલા અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.હવે તેમાં બટાકા અને પાણી નાખી બરાબર મિક્સ કરો અને ૫-૬ મિનિટ સુધી ઉકાળો.મસાલા આલૂ તૈયાર છે.
- 6
તૈયાર છે આપણા કસુરી મેથી લચ્છા પરાઠા વિથ મસાલા આલૂ....
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (6)