આલુ પરાઠા (aloo paratha recipe in gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
આલુ પરાઠા (aloo paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો, આદું મરચાં ની પેસ્ટ, કોથમીર બધું મિક્સ કરવું. બટાકા ઠંડા થઈ જાય પછી જ સ્ટફિંગ બનાવવું.
- 2
હવે એક બાઉલ માં ઘઉં નો લોટ,મીઠું, તેલ ઉમેરી પાણી થી મીડીયમ લોટ બાંધવો. બહુ કઠણ નહિ અને બહુ ઢીલો નહીં. હવે લોટ ને ૧૫ મિનિટ ઢાંકીને રાખી મુકવો. હવે લોટ અને સ્ટફિંગ તૈયાર છે.
- 3
એક લુવો લઈ વણવું તના પર સ્ટફિંગ મૂકી બંધ કરી લેવું. હવે હળવા હાથે વણવું. તવા પર બંને બાજુ શેકવું.
- 4
હવે ઘી મૂકી શેકી લેવું. હવે દહીં અને અથાણાં સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12664864













ટિપ્પણીઓ (18)