સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી અને પીસેલી ખાંડ અને કેસર લઈ ૭ થી ૮ મિનિટ બીટ કરવું.
- 2
કલર બદલાઈ જાય એટલે તેમાં ઘઉંનો લોટ, બેસન, બેકિંગ પાવડર, ઈલાયચી પાવડર, ૨ ચમચા બદામ ના ટુકડા ઉમેરી લોટ બાંધી લેવો. દૂધ અથવા પાણી ની જરૂર નહીં પડે.
- 3
હવે તેના બોલ્સ બનાવી બેકિંગ ટ્રે માં ગોઠવી દેવા. હવે ઉપર થી દૂધ વાળું બ્રશ લગાવવું. તેના ઉપર પીસ્તા ની કતરણ મૂકવી.
- 4
કુકીઝ બનાવતા પેહલા ઓવન ને 180℃ પર ૧૦ મિનિટ પ્રિહિટ કરવું. હવે કુકીઝ બેક કરવા રાખવા. કુકીઝ ને ૧૫ મિનિટ માટે બેક કરવા. ઓવન ના હોય તો કડાઈ ને ૧૦ મિનિટ કરવી અને તેમાં રિંગ અથવા કાંતલો મૂકી તેના પર ૧૫ થી ૨૦ મિનિટ બેક કરવું.
- 5
બેક કરી ચકાસી લેવું.
- 6
તૈયાર થાય પછી ઠંડા થાય એટલે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12693164

















ટિપ્પણીઓ (18)