વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 3 કપબાફેલા બટાકા
  2. 1 કપકાંદા
  3. 1/4 કપકેપ્સિકમ
  4. 1/4 કપવટાણા
  5. 1/4 કપગાજર
  6. 1/8 કપફ્લાવર
  7. 4-5લીલા મરચાં
  8. 1/4 કપપલાળેલા પૌવા
  9. 2ટી. સ્પૂન તેલ
  10. 1 ટી.સ્પૂનમીઠું
  11. 1 ટી.સ્પૂનમરી પાવડર
  12. 1 ટી.સ્પૂનઓરેગાનો
  13. 1/2 ટી.સ્પૂનલીંબુનો રસ
  14. 1 કપબ્રેડ ક્રમ્સ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા સિવાય બધા જ વેજિટેબલ્સને ચોપર માં લઈને એકસાથે ચોપ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ લઈને તેમાં બધા જ વેજીટેબલ્સ નાખીને થોડીવાર સાંતળો. હવે તેમા બાફેલા બટાકાને મેશ કરીને નાખો અને પલાળેલા પૌઆને પણ તેમાં ઉમેરો. છેલ્લે તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો અને લીંબુનો રસ નાંખીને થોડીવાર સાંતળો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ઠરવા દો.

  3. 3

    હવે આ મસાલામાંથી નાના નાના ગોળ લૂઆ બનાવીને તેનો ગોળ અથવા લંબચોરસ આકાર આપીને તેને બ્રેડ ક્રમ્સ ના રગદોળીને સાઈડ પર રાખો.

  4. 4

    એક વાસણમાં તેલ લઈને ગરમ કરીને ગરમ તેલમાં આ વેજી પેટ્ટી ને તળી લો.

  5. 5

    તૈયાર છે સબ વે સેન્ડવીચ અને સબ વે બર્ગર માટેની વેજી પેટ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes