કાચી કેરીની ચટણી

#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધાણા,વરીયાળી જીરુ,લાલ મરચાં આ બધું હાંડીમાં મીકસકરી ગેસ ઉપર ૧ થી ૨મિનિટ રાખી ને શેકી લેવું ત્યારબાદ તેને નીચે ઉતારી લેવું કાચી કેરીને છાલ ઉતારી તેના કટકા કરી લેવા ડ્રાય મસાલો હવે ઠંડો થઈ ગયો હોવાથી તેને મિક્સરમા ક્રશ કરી લેવું
- 2
તેમાં બે થી ત્રણ ચમચી પાણી નાખો હવે ગેસ ઉપર એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરૂ અને હિંગ નાખી કેરીના કટકા નાખી દેવા સ્વાદ અનુસાર મીઠું નાખવું બે-ત્રણ ચમચી પાણી નાખી ઉપર ઢાંકણ રાખી કેરી ને ધીમા તાપે ચઢવા દેવી
- 3
પાંચ મિનિટ રાખ્યા બાદ કેરી ચડી ગઈ છે કે નહીં તે જોવું ચડી ગઈ હોય તો સૌપ્રથમ તેમાં ક્રશ કરેલા મસાલાની પેસ્ટ,ખાંડ અને ગોળ ઉમેરી હલાવવું કેરી નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને તેમાંથી તેલ છુટવા લાગે ત્યાં સુધી તેને ધીમા તાપે રાખવું ઘટ થઇ ગયા પછી ગેસ ઉપરથી ઉતારી લેવું અને ઠંડુ થવા દેવું લાલ મરચાં નાખેલા હોવાથી સૂકું લાલ મરચું નો નાખે તો ચાલે ચટણીને ઠંડી થઈ ગયા પછી તેની ઉપર ગાર્નીશિંગ માટે ધાણા ભભરાવવા પછી તેને બાઉલ અથવા બરણીમા ભરી દેવી આ ચટણી તમે રોટલી,પરોઠા,થેપલા સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)