ચોકલેટ માર્બલ કેક

ઘણીવાર માર્બલ કેક ક્રીમ વગરની હોય છે, પણ મેં ક્રીમ વાળી ટ્રાય કરી છે અને અમારી એનિવર્સરી કેક પણ છે
ચોકલેટ માર્બલ કેક
ઘણીવાર માર્બલ કેક ક્રીમ વગરની હોય છે, પણ મેં ક્રીમ વાળી ટ્રાય કરી છે અને અમારી એનિવર્સરી કેક પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ,તેલ અને દહીં લઈ બરાબર રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો
- 2
ત્યારબાદ એક ગરણી લઈ તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અને ચપટી મીઠું ઉમેરીને ચાળી લો.
- 3
હવે મિશ્રણ ને બરાબર રીતે હલાવી લો પછી તેમાં વેનિલા એસન્સ ઉમેરી ને ચલાવી લો.
- 4
હવે મિશ્રણ ના બે ભાગ પાડી એક ભાગ માં કોકો પાઉડર ઉમેરી ને ચલાવી લો. બહું ઘટ્ટ હોય તો ૧-૨ ચમચી પાણી અથવા દૂધ નાંખવું.
- 5
હવે એક કડાઈ લઈ તેમાં સ્ટેન્ડ મૂકી ૫ મીનીટ માટે પ્રી હીટ થવા દો. ત્યા સુધી માં આઈસ્ક્રીમ બનાવવા નું ખાનું લઈ તેમાં ઘી લગાડીને ચારે તરફ મેંદો ભભરાવી દો.
- 6
હવે વારા ફરતી બંને મિશ્રણ ની એક એક ચમચી ઉપરા ઉપરી મૂકવી. મિશ્રણ ભરાય જાય એટલે ૧-૨ વાર ખાનું ઠપકારવુ, જેથી બધાં બબલ્સ નીકળી જાય અને તેને ૩૦ થી ૪૦ મીનીટ માટે બેક થવા માટે મૂકી દો.હવે એક નાની હલવાઇ લઈ તેમાં ખાંડ, કોર્ન ફ્લોર અને કોકો પાઉડર ઉમેરી બરાબર રીતે બધું મિક્સ કરી લો. પછી તેમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો, તેમાં બટર અને ડેરી મિલ્ક આલમ્ંડ સિલ્ક ઉમેરી બધું એકરસ થઈ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવો. તો તૈયાર છે ચોકલેટ પુડિંગ.
- 7
કોફી સીરપ બનાવવા માટે એક વાટકી માં ખાંડ અને કોફી પાઉડર લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી ચલાવો તો તૈયાર છે કોફી સીરપ.
- 8
કેક તૈયાર થાય એટલે તેમાં તૂથ પીક વડે કાણા પાડી આખા માં સીરપ રેડી દેવું. ત્યારબાદ તેના પર તૈયાર કરેલું ચોકલેટ નું પુડિંગ રેડી દેવું. જેમ્સ અને કલરફૂલ સ્પ્રિંકલ્સ વડે ગાર્નિશ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (3)