રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક ૪૦મિનિ
ત્રણ વ્યક્તિ
  1. 1 કપમોરૈયો
  2. ૧/૨ કપસાબુદાણા
  3. 1નાની દૂધી
  4. ૧ ટેબલસ્પૂનસીંગદાણા
  5. ૪-૫ નંગ લીલા મરચાં
  6. 2નાના ટુકડા આદુ
  7. ૧/૪ કપસમારેલા લીલા ધાણા
  8. સિંધવ સ્વાદ મુજબ
  9. ૧/૨ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  10. ૧/૪ કપદહીં
  11. 6-7મીઠી લીમડી ના પત્તા
  12. ૧/૨ ટી.સ્પૂનજીરું
  13. ૧/૨ ટેબલ સ્પૂનતલ
  14. 2 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક ૪૦મિનિ
  1. 1

    ફરાળી હાંડવા માટે દર્શાવેલ તમામ સામગ્રી તૈયાર કરી લેવી. ધાણા મરચાં આદુની મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી. સિંગદાણાનો આખો ભાગો ભૂકો મિક્સરમાં કરી લેવો. દુધી છીણી લેવી.

  2. 2

    મોરૈયો તથા સિંગદાણાને મિક્સરમાં પીસી લેવા. રવા જેવું પીસવું.

  3. 3

    સાબુદાણા મોરૈયાના મિક્સ લોટમાં દહીં નાખી એક કલાક માટે ઢાંકી રાખવું.

  4. 4

    એક કલાક બાદ આ મિશ્રણમાં દૂધીનું છીણ આદુ ધાણા મરચાંની પેસ્ટ સીંગદાણાનો ભૂકો સિંધવ લાલ મરચા પાવડર નાખી બરાબર મિક્સ કરી લેવું. જો ખીરું બહુ ઘટ લાગે તો છાશ નાખવી.

  5. 5

    હાંડવાના વાસણને તેલ લગાવી પ્રિ હિટ કરવા મૂકી દેવું.હવે 2 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે લઈ તેમાં ૧/૨ ટીસ્પૂન જીરુ,મીઠી લીમડીના પત્તા તથા તલ નાખી આ વઘાર ખીરામાં રેડી દેવો. અને હાંડવા ના વાસણ માં મૂકી દેવું. તેની ઉપર થોડા તલ sprinkle કરવા. હાંડવો થતાં ૪૦ મિનિટ લાગે છે. આ ફરાળી હાંડવો ગ્રીન ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes