આખા મગનું શાક

#goldenapron3#week20 આપણે ગુજરાતીઓના લગભગ બધા ના ઘર માં અમુકવારે અમુક વસ્તુઓ થતી જ હોય છે જેમ કે બુધવાર છે તો મગ શુક્રવારે ચણાની દાળ આજે મેં મગ કર્યા છે.
આખા મગનું શાક
#goldenapron3#week20 આપણે ગુજરાતીઓના લગભગ બધા ના ઘર માં અમુકવારે અમુક વસ્તુઓ થતી જ હોય છે જેમ કે બુધવાર છે તો મગ શુક્રવારે ચણાની દાળ આજે મેં મગ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગને ધોઈને તપેલી માં રાખી કૂકરમાં મૂકી ગેસ ઉપર બાફવા મુકવા કુકરમાં 4 સીટી વગાડવી પછી લસણ અને મરચાને ઝીણું સુધારવું અને આદુને છીણી લેવુ.
- 2
મગ બફાઈ ગયા પછી હાંડીમાં તેલ નાખીને ગેસ ઉપર વઘાર માટે મૂકવું તેલ ગરમ થાય ત્યારે તેમાં સહેજ હીંગ નાખી લસણ નાખવું એકાદ સેકન્ડ રાખીને આદુ-મરચાની કટકી કરેલ છે તે નાખવી ત્યારબાદ બાફેલા મગ તેમાં નાખી દેવા અને બધો મસાલો તેમાં નાખીને ઉપર લીંબુ નિચોવવું પછી તેને ચમચા વડે હલાવીને ગેસ ઉપરથી ઉતારી લેવું.
- 3
આ મગને વાટકામાં સર્વ કરીને તેને રોટલી 'સંભારો' કઢી અને ભાત સાથે ખાસુ મગ સાથે કઢી સારી લાગે છે અમારા ઘરનું કાયમ બુધવારનું આ મેનુ છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)