મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)

#સ્નેકસ
હેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેંદાના લોટને ચાળી લો. પછી ઘીને થોડું ગરમ કરી લો. હવે મેંદાના લોટમાં મરી પાઉડર, મીઠું, વાટેલું જીરુ અને ઘીનું મોણ નાખી બરાબર મિક્સ કરી લો. પછી થોડું થોડું પાણી નાખી લોટ ને મસળી લો. આ લોટ છૂટો જ રાખવાનો છે.
- 2
આ લોટ માંથી નાના લુવા વાળી. નાની પૂરી વણી લો. પછી તે ફૂલે નહીં તે માટે કાણા પાડી લો. તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
તો તૈયાર છે એકદમ ક્રિસ્પી મેંદા ની ફરસી પૂરી.તેને સવિગ પ્લેટમાં લઈને સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)