સેવ(sev in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલમાં તેલ અને પાણી લઈ સરખી રીતે ફીણીને દૂધિયા રંગનું થાય ત્યાં સુધી ફીણી લો, ત્યારબાદ તેમાં કુકિંગ સોડા ઉમેરો.
- 2
એક મોટા વાસણમાં ચણાનો લોટ ચાળીને લો તેમાં સામગ્રીમાં જણાવેલ સંચળ સિવાયનાં બધા મસાલા ઉમેરો અને તૈયાર કરેલાં પાણી અને તેલનાં ઘોળથી લોટ બાંધો. લોટ હાથમાં ચોંટે નહીં તેવો બાંધવો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો, સેવનાં સંચામાં ઝીણી જાળી મૂકી તેમાં લોટ ભરી તેલ સરખું ગરમ થાય એટલે કઢાઈમાં સેવ પાડો. સેવ સરખી ક્રિસ્પી તળાય એટલે તેને કઢાઈમાંથી બહાર કાઢી ઠરવા દો.
- 4
સેવને તોડીને નાના ટુકડા કરો, ઉપર સ્વાદ પ્રમાણે સંચળ ભભરાવી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી સેવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892127




ટિપ્પણીઓ (6)