સેવ(sev in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#સ્નેક્સ #માઇઇબુક પોસ્ટ7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6-7 વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીહળદર પાઉડર
  4. 1/4 ચમચીહીંગ
  5. ચપટીકુકિંગ સોડા
  6. સ્વાદાનુસાર સંચળ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1/2 કપતેલ (ફીણવા માટે)
  9. 1/2 કપપાણી (ફીણવા માટે)
  10. જરૂર પ્રમાણે તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં તેલ અને પાણી લઈ સરખી રીતે ફીણીને દૂધિયા રંગનું થાય ત્યાં સુધી ફીણી લો, ત્યારબાદ તેમાં કુકિંગ સોડા ઉમેરો.

  2. 2

    એક મોટા વાસણમાં ચણાનો લોટ ચાળીને લો તેમાં સામગ્રીમાં જણાવેલ સંચળ સિવાયનાં બધા મસાલા ઉમેરો અને તૈયાર કરેલાં પાણી અને તેલનાં ઘોળથી લોટ બાંધો. લોટ હાથમાં ચોંટે નહીં તેવો બાંધવો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો, સેવનાં સંચામાં ઝીણી જાળી મૂકી તેમાં લોટ ભરી તેલ સરખું ગરમ થાય એટલે કઢાઈમાં સેવ પાડો. સેવ સરખી ક્રિસ્પી તળાય એટલે તેને કઢાઈમાંથી બહાર કાઢી ઠરવા દો.

  4. 4

    સેવને તોડીને નાના ટુકડા કરો, ઉપર સ્વાદ પ્રમાણે સંચળ ભભરાવી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes