રોટી નાચોસ ચાટ (Roti nachos chaat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. રોટલીના ત્રિકોણ કટકા કરી લો. ત્યારબાદ ચણાનાં લોટમાં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર અને થોડું પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
- 2
તૈયાર કરેલ પેસ્ટ ને રોટલીમાં લગાવો. ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ પેસ્ટ લગાવેલા ભાગને નીચે રાખીને ધીમા તાપે રોટલી તળી લો.
- 3
ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. તો રોટલીના નાચોસ તૈયાર છે. તળાઈ જાય ત્યારબાદ તેને ઠરવા દો. ત્યારબાદ એક બાઉલમાં ડુંગળી, ટામેટા, મીઠું, ચાટ મસાલો, ઓરેગાનો,ચીલી ફ્લેક્સ, થોડું લાલ મરચું પાઉડર અને કોથમીર નાખી ને સરખું મિક્ષ કરી લો. ત્યારબાદ રોટલીના કટકા ઉપર ટોમેટો સોસ અને લસણની ચટણી સરખી રીતે લગાવો.
- 4
ત્યારબાદ તેની પર તૈયાર કરેલું મિશ્રણ મૂકો અને ત્યારબાદ ઝીણી સેવ અને મસાલા સીંગ મૂકો. તૈયાર છે આપણા રોટી નાચોસ ચાટ. આ ખુબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ