સ્પાઈસી ચીઝ પીઝા

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)
સ્પાઈસી ચીઝ પીઝા
#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાનેને ધોઈને સુધારી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લગભગ અડધો ગ્લાસ થી એક ગ્લાસપાણી ઉમેરીબોસ ફેરવી તેની ગ્રેવી બનાવી લેવી હવે એક લોયામાં 1/2ચમચી તેલ મૂકી તેમાં આ ગ્રેવી એડ કરી ફાસ્ટ ગેસે હલાવો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ૫ થી ૬ચમચી સાકર એક વાટકી ટમેટો કેચપ ૩ ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી વાટેલું લસણ ઉમેરો હવે તેમાં એક ચમચી આરા લોટને પાણીમાં ઓગાળી તેની પેસ્ટ બનાવી ઉમેરો અને સતત હલાવતા રહો જ્યાં સુધી સોસજેવી consistency થઈ જાય ત્યાં સુધી તૈયાર છે આપણો પીઝા પાસ્તા સોસ
- 2
હવે આપણે પીઝા ઉપર મુકવાનું વેજિટેબલ રેડી કરશું તેના માટે આપણે કોબીને ખમણી લેશું મકાઈ ને થોડું મીઠું અને પાણી એડ કરી ત્રણ સીટી બોલાવી બાફી લેશું અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેશુ હવે આપણે તેમાં બધો મસાલો કરશુ મસાલો પીઝા બનાવતી વખતે જ કરવો જેથી તેમાં પાણી છૂટે નહીં વેજીટેબલ માં આપણે ૩ ચમચી ચાટ મસાલો દોઢ ચમચી વાટેલું લીલુ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી હલાવી લેશું મીઠું જરૂર હોય તો જ એડ કરશો કેમકે ચાટમસાલામાં પણ ઓલરેડી મીઠું હોય છે
- 3
હવે આપણે એક મોટો બાઉલ ચીઝ ખમણી લેશું
- 4
હવે આપણે નોનસ્ટીક પેન મૂકી તેમાં ઘી લગાડી ગરમ થાય એટલે પીઝા નો રોટલો ધીમા તાપે શેકવા મૂકશુ હવે એક્સાઇડ બરાબર ક્રીસપી શેકાઈ જાય એટલે બીજી સાઈડ ઘી લગાડી ફેરવી લેશુ ધી ની જગ્યાએ બટર પણ લઈ શકાય પણ મેં અત્યારે ઘી યુઝ કરયુ છે
- 5
હવે આપણે જે ક્રિસ્પી શેકેલી સાઇડ ઉપર આવી છે તેના ઉપર દોઢ ચમચી પીઝા સોસ લગાડશુ પછી તેના પર રેડી કરેલું વેજીટેબલ ઉમેરો અને તેના ઉપર ચીઝ ભભરાવો હવે એક મોટું વાસણ તેના પર ઢાંકી તેને પાંચથી સાત મિનિટ એકદમ ધીમા તાપે ક્રીસપી થવા દો
- 6
તૈયાર છે આપણા સ્પાઈસી ચીઝી પીઝા
- 7
તેના ઉપર પીઝા સોસ અથવા ટોમેટો કેચપ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા તૈયાર છે નાના-મોટા સહુ કોઈને ભાવતા સ્પાઈસી ચીઝી પીઝા
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (3)