કચ્ચા મેંગો જેલી

Krimisha99 @cook_24610479
કચ્ચા મેંગો જેલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરી ને છાલ ઉતારી કટકા કરી લો. અને તેને એક તપેલામાં પાણી નાખી બાફી લો.
- 2
કેરી બફાઇ એટલે એને છુંદી નાખો. ત્યારબાદ તે બધું મિશ્રણ એક કોટનના કપડાં માં લઈને એક તપેલીમાં નિતારી લો.
- 3
પૂરું નિતાર્યા પછી જે પલ્પ નીકળે એનું આમપન્ના શરબત બનાવામાં ઉપયોગ કરી લેવો અને જે રસ નિકળ્યો એની આપણે જેલી બનાવશું.
- 4
હવે જેટલો રસ નિકળ્યો હોય એટલીજ ખાંડ તેમાં ઉમેરી ને ગેસ પર મૂકો. ત્યારબાદ તેમાં ચપટી મીઠું, ચપટી ખાવાનો લીલો કલર અને 1/2 લીંબુ નાખીને મિક્સ કરો.
- 5
થોડા જ સમય માં તે ઘટ્ટ થઈ જશે. અને તેને સાદા પાણી માં ૨ ટીપાં નાખી ને જોઈ લો. જેલી જેવું સ્ટ્રક્ચર થાય ત્યાં સુધી ગરમ કરો.
- 6
થોડા જ સમય માં જેલી જેવું ઘટ્ટ થઈ જશે એટલે કપ માં કાઢી ઠરવા દો. અને કલાક પછી આપણી જેલી તૈયાર 🥰
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13010535




ટિપ્પણીઓ (7)