# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)

# માઇઇબુક
# સુપર શેફ 2
#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક
# સુપર શેફ 2
#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા
રાંધવાની સૂચનાઓ
- 1
પિઝા બેઝ બનાવા માટે - સૌ પ્રથમ મેંદા ને એક બાઉલ માં લઇ વચ્ચે ખાડો કરી એમાં સાકર અને યીસ્ટ નાખો અને 2 tbsp હુંફાળું પાણી નાખો અને એને 2 મિનિટ હલાવો હવે એને લોટ માં મિક્સ કરી, મીઠુ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખો, હુંફાળા પાણી થી લોટ બાંધી લ્યો,
- 2
લોટ થોડો ઢીલો બાંધવો હવે ઘી નાખી કુણવો, લોટ ને 45 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
સ્ટફિંગ માટે - સૌ પ્રથમ એક પેન માં ઘી લઇ ગરમ કરો, ઘી ગરમ થાય એટલે એમાં ટામેટા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠુ, પિઝા સોસ ઉમેરી સાંતળો, મિક્સચર ડ્રાય થઈ જાય ત્યાં સુધી સાંતળો
- 4
હવે ગેસ બંધ કરી છીણેલું પનીર નાખી મિક્સ કરો
- 5
હવે કેપ્સિકમ નો ઉપર ભાગ કાઢી બધા બી કાઢી નાખો હવે એમાં અડધા પાર્ટ માં સ્ટફિંગ ભરો અને બાકીનો અડધો ભાગ ચીઝ થી ભરો
- 6
હવે પિઝા બેઝના બે ભાગ કરી, જાડો રોટલો વણો હવે સ્ટફ કેપ્સિકમ ને વચ્ચે મૂકી એને રોટલા થી કવર કરો
- 7
હવે પ્રિ હીટ કરેલા ઓવન માં 180° પર જ્યાં સુધી બેઝ કૂક થાય ત્યાં સુધી એને બેક કરો
- 8
હવે એને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી પિઝા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)









ટિપ્પણીઓ